નીનો વિસ્તારો ની સમજ
(map source: BOM, Australia)
Nino 1 : Latitude 0° to 5° S & Longitude 80° W to 90° W
Nino 2 : Latitude 5° S to 10° S & Longitude 80° W to 90° W
Nino 3 : Latitude 5°N to 5° S & Longitude 90° W to 150° W
Nino 3.4 : Latitude 5° N to 5° S & Longitude 120° W to 170° W
Nino 4 : Latitude 5°N to 5° S & Longitude 160° E to 150° W
એલ નીનો ડિક્લેર કરવા માટે પ્રશાંત સમુદ્ર ના અલગ અલગ નીનો વિસ્તારો ના નોર્મલ દરિયાયી તાપમાન એટલે કે “સી સરફેસ ટેમ્પરેચર” (SST) મા આવેલ ફેરફાર ઉપર નિર્ભર હોઈ છે. દરેક મહિનાનું નોર્મલ SST જૂદૂ જૂદૂ હોઈ છે. જેથી હાલ નું પ્રવર્તતું SST અને તે મહિનાનું નોર્મલ SST વચ્ચે ના તફાવત ને SST એનોમલી કહેવાય.
દાખલા તરીકે છેલ્લા 12 મહિના નું Niño 3.4 વિસ્તાર ના SST, નોર્મલ SST, SST એનોમલી આ પ્રમાણે છે.
Year Month SST Normal SST Anomaly 2014 5 28.16 27.91 0.25 2014 6 27.81 27.69 0.12 2014 7 27.30 27.28 0.02 2014 8 26.83 26.92 -0.09 2014 9 27.01 26.83 0.18 2014 10 27.25 26.79 0.46 2014 11 27.57 26.74 0.83 2014 12 27.36 26.69 0.67 2015 1 27.21 26.68 0.53 2015 2 27.31 26.84 0.47 2015 3 27.84 27.34 0.50 2015 4 28.60 27.81 0.79
જાન્યુઆરી SST એનોમલી = +0.53ºC
ફેબ્રુઆરી SST એનોમલી = +0.47ºC
માર્ચ SST એનોમલી = +0.50ºC
એપ્રિલ SST એનોમલી = +0.79ºC
નીનો 3.4 વિસ્તાર ના ત્રણ મહિનાની સળંગ શરેરાશ SST એનોમલી ને ઓસનિક નીનો ઇન્ડેક્ષ (ONI ) કહેવાય.
છેલ્લા 6 ત્રિમાસિક સીઝન ના ONI Index આ પ્રમાણે છે:
SON 2014= +0.5ºC and OND 2014 = +0.7ºC, NDJ 2015=0.7ºC, DJF 2015=0.6ºC, JFM 2015=0.5ºC & FMA 2015=0.6ºC.