Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards – Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024
વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે પશ્ચિમ બંગાળ ની સિસ્ટમ ટ્રેક એમપી તરફ અને ત્યાર બાદ બાબત મતમતાંતર હોવા છતાં ગુજરાત રાજ્ય માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા – અપડેટ 1 થી 6 ઓગસ્ટ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa and 700 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa and 700 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 1st August 2024 Morning 9.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Ferozpur, Chandigarh, Dehradun,
Bareilly, Gorakhpur, Bhagalpur, Bankura and thence east-southeastwards to northeast Bay of
Bengal. (The Western arm is North of normal )
There is a Cyclonic Circulation over Gangetic West Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. (This had been indicated to form by 31st July in update dated 27th July 2024)
The cyclonic circulation over north Arabian sea between 3.1 & 4.5 km above mean sea level tilting southwards with height persists.
The shear zone roughly along 20°N between 4.5 & 5.8 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along South Gujarat to Kerala coast persists.
Axis of Monsoon is expected to be come near normal in a day or two.
UAC/System over Gangetic West Bengal and neighborhood is expected to track towards Madhya Pradesh initially. A trough from the UAC at 3.1 km level will extend towards adjoining Rajasthan & Gujarat State forming a broad Cyclonic Circulation.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
પશ્ચિમ બંગાળ અને લાગુ વિસ્તાર પર સિસ્ટમ/યુએસી 5.8 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમપી તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં ફિરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, બરૈલી, ગોરખપુર, ભાગલપુર, બાંકુરા થઇ ને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
4.5 કિમિ અને 5.8 કિમિ ના લેવલ માં 20°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી એક બે દિવસ માં નોર્મલ નજીક આવવા ની શક્યતા.
પશ્ચિમ બંગાળ અને આસપાસ વાળી સિસ્ટમ/યુએસી 3,1 કિમિ લેવલ માં એમપી તરફ ગતિ કરશે અને લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશન બનવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 6th August 2024
System/UAC from West Bengal and neighborhood is expected to track towards M.P. and then a broad Circulation is expected to extend up to adjoining Rajasthan & Gujarat State. Light/medium/normal heavy with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. Rainfall could start from Gujarat Region side on 2nd and the main spell of Rainfall expected on 3rd/4th August. Rainfall belt moving Westwards and end around 5th August over Kutch/West Saurashtra, North Gujarat and adjoining Southwest Rajasthan. Depending upon the location of the UAC track and the location of broad circulation at 3.1 km level near/over M.P./Gujarat State, Isolated areas expected to get Cumulative Rainfall that could exceed 150 mm. during the forecast period. Although the Rainfall coverage is expected to be very erratic of 25 mm to 75 mm in many areas, Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Moderate Winds expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 6 ઓગસ્ટ 2024
પશ્ચિમ બંગાળ વાળી સિસ્ટમ/યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિમિ લેવલ માં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. પહેલા ગુજરાત રિજિયન થી 2 ઓગસ્ટ ના શરૂવાત થશે અને મુખ્ય રાઉન્ડ 3/4 ઓગસ્ટ ના થાય તેવી શક્યતા જે 5 ઓગસ્ટ ના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ થી પૂરો થશે. યુએસી/બહોળા સર્ક્યુલેશન ના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 150 mm.થી વધુ ની શક્યતા. વરસાદ ની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધ ઘટ 25 થી 75 mm રહેવાની શક્યતા છે તેમ છતાં, આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો મીડીયમ પવન ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 1st August 2024
Forecast In Sanj Samachar Daily Dated 1st August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 7 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર, પિલાની, આગ્રા, ચુર્ક, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી માં પસાર થાય છે. ગંગીય પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને ઉત્તર ઓડિશાના નજીકના વિસ્તારો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન હરિયાણા… Read more »
Amare aaje chalu che dhime dhime.
આજે સવારે થોડાક છાંટા હતાં,
પછી આખો દિવસ સારી વરાપ હતી.
Sir arbina pavano che aapde jyarthi chomasu chalu thyu tiyarna aapde bob na pavano nathi thya sar aavnara divso ma bob na pavano kiyare thse
2 divas na viram baad aaje fari reda chalu
Sir tame atla varso thi aagahi kro cho sir tamara experience na hisaabe hve ghana ramakda avi gya che toh hve weather forecasting easy lage che ke pela krta aaghru thyi gyu che.
સર અમારે આજે મસ્ત વરાપ રહી સાંજના સમયે એક રેડું આવીગયું જય શ્રી કૃષ્ણ
sar 9 and 10 tarikha ma uttar Gujarat ma kevi sakyata se harvo ke madhyam a apni renj ma se to janav jo have khetar laba lab bharai gaya se
સર અમારે હમણા સાતી હાકવાનો મેળ પડછે કે વરસાદી વાતાવરણ ચાલુ રેસે ???