Happy Deepavali & Prosperous New Year 2079 – શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079 – Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

22nd October 2022
Happy Deepavali & Prosperous New Year 2079
શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079
Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

મધ્ય પૂર્વ અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન થયું (પ્રિ-સાયક્લોન વૉચ : પશ્ચિમ બંગાળ કિનારો)

img-20161030-wa0031

India Meteorological Department:
Bulletin No. 2 (BOB/07/2022)
Time Of Issue:1500 Hours IST Dated: 22.10.2022

 

47_cc48bd_2.National Bulletin_20221022_0600

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ (ઉપલબદ્ધ તેમજ ભાષાંતર કરેલ : પ્રતીક પાનસુરીયા )

તારીખ 22 ઓક્ટોબર 2022

મીડ ડે બુલેટિન

♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે.

♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.

♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E નજીક આંદામાન ટાપુઓની પશ્ચિમ બાજુ, પોર્ટ બ્લેરથી લગભગ 110 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સાગર ટાપુની 1460 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બરિસલ (બાંગ્લાદેશ) ના 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે .

તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 23મી ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ક્રમશઃ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી અને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ટિંકોના ટાપુ અને સંદ્વિપ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે પસાર થાય તેવી શક્યતા છે.

♦એક ટ્રફ બંગાળની ખાડી પર રહેલા ડિપ્રેસન ના આનુસાંગિક UAC થી દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકાના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે હતું તે હવે જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગો પર ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 80.0°E અને 20.0°N પર છે.

 

NRL (Himawari) IR Satellite Image Of IO92 (IMD: Depression) On 22nd October 2022 @ 13.30 UTC

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન