11 જૂલાઇ 2017 ના અકિલા માં પ્રસિદ્ધ થયેલ અશોક પટેલ ની આગાહી હાલ ની (તાજી ) આગાહી તરીકે લેભાગુ તત્વો એ સોસીયલ મીડિયા માં વાયરલ કરી

Update 13th October 2017

Update 12th October 2017

11 જૂલાઇ 2017 ના અકિલા માં પ્રસિદ્ધ થયેલ અશોક પટેલ ની આગાહી હાલ ની (તાજી ) આગાહી તરીકે લેભાગુ તત્વો એ સોસીયલ મીડિયા માં વાયરલ કરી.

કોઈ લેભાગુ તત્વો અકિલા દૈનિક માં પ્રસિદ્ધ થયેલ મારી 11 July 2017 ની જૂની આગાહી હાલ તારીખ 13 થી 17 ની બતાવી ને વૉટ્સએપ માં વાયરલ કરેલ છે. મારી આગાહી ઓ મારી વેબસાઈટ gujaratweather.com અને ફેસબૂક માં ‘રિંગરોડ વેધર’ સ્ટેશન ઉપર તેમજ દૈનિકો માં પ્રસિદ્ધ થાય છે. મારી કોઈ પણ નવી આગાહી માં ઉપર આખી તારીખ લખેલ હોય છે અને જો આખી તારીખ ના દેખાય તો વિશ્વાસ ના કરવો.

ખોટી આગાહી વાયરલ કરવા થી ખેડૂતો ને હાલ ખેતી ની સીઝન માં ગેર માર્ગે દોરવા માટે નો પ્રયાસ, તેમજ ખેત પેદાશ ની બજાર માં ભાવ ની વધ ઘટ કરાવી ફાયદો લેવા અથવા અશોક પટેલ ની આગાહી ખોટી છે તેવું બતાવવાનો મલીન ઈરાદો હોય શકે.

તે જૂની આગાહી અહીં છે http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2017/07/Akila_110717.jpg